1947ના જાજરમાન ભાવનગર ને વિકાસ માં ગ્રહણ કોણે લગાવ્યું?

થોડા સમય પહેલા ભાવનગર ના દૈનિક “સૌરાષ્ટ્ર સમાચાર” માં ભાવનગર ની પ્રતિભા તથા અહિયાં ના લોકો ના અન્ય શહેરો માં થતા સ્થળાંતર વિષે એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ અહેવાલ બનાવનાર ટીમ વિશેષ અભિનંદન ની હક્કદાર છે. અહેવાલ પ્રકાશિત થયો ત્યાર થી થોડા દિવસો સુધી એના વિષે ચર્ચા પણ થઇ, પણ પછી ફરી થી બધું પૂર્વવત થઇ ગયું. આપણે આપણી રોજીંદી જિંદગી માં ફરી થી “બીઝી” થઇ ગયા. ભાવનગર નાં વિકાસ (Development of Bhavnagar) વિષે આપણે ચિંતિત હોઈએએ સ્વાભાવિક છે.

જે લોકો એ સ્થળાંતર કર્યું છે એમને પૂછવામાં આવે છે ત્યારે એમનો અભિપ્રાય એ હોઈ છે કે “ભાવનગર માં વિકાસની તક (Growth Opportunity) નથી/ઓછી છે”. એમની વાત સાચી પણ છે એવું અહિયાં રહેતા લોકો પણ માને છે. તો પ્રશ્ન એ થાય કે

“તક” ક્યારેય હતીજ નહિ? ઉભી નાં થઇ? કે ઉભી થઇ પણ કોઈ એ એને મારી નાખી? કે પછી ઉભી થવા જ નાં દીધી? 

બધાજ કારણો એક સાથે છે. તક હતી, અનેક તકો ઉભી થઇ હતી, ઉભી થતી તકો ને મારી નાખવામાં આવી અને નવી તકો ઉભી થવા દેવામાં નાં આવી. 

થોડા ભૂતકાળ માં જઈએ તો, 1947 માં નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના વહીવટ અંતર્ગત ભાવનગર અન્ય રજવાડી સ્ટેટ કરતા ખુબજ આગળ હતું. અહીંયા દવાખાનું, શ્રેષ્ઠ શાળા તથા કોલેજ, રેલવે સ્ટેશન, સુનિયોજિત નગર રચના, ગટર તથા પીવા ના પાણી માટે નું ઉત્કૃષ્ટ આયોજન, ફાયર હાયડ્રાંટ જેવી અનેક સુવિધાઓ હતી. મહારાજા ના દૂરંદેશી રાજવી શાસકો એ ભાવનગર ની પ્રજા ની ભવિષ્ય ની જરૂરિયાત ને ધ્યાન માં લઇ ને સમગ્ર આયોજનો કરેલા. અને કોઈ પણ પ્રશ્ન માટે ભાવનગર ની પ્રજા ને રાજવી પરિવાર સમક્ષ માંગ લઇ ને મોરચો કાઢવાની જરૂરિયાત નહોતી પડી. કદાચ ભાવનગર માં કોઈ ને ખબર પણ નહિ હોઈ એવી સુવિધા મહારાજા એ ઉભી કરી આપેલી. મહારાજા અને એમના દરબારના લોકો પ્રજા ની સુખાકારી માટે સતત કામ કરતા. આના લીધે ભાવનગર નાં લોકો ને સુશાસન માં રહેવાની આદત પડી ગઈ હતી. અને આપણા લોકો ની એક સ્વાભાવિક ધારણા બની ગઈ હતી કે જે લોકો શાસન કરતા હોઈ એ લોકો પ્રજા ના હિત માં જ કામ કરતા હોય.

૧૯૪૭ માં આઝાદી પછી દેશ માં સરકાર બની, સરકારી વહીવટદારો એ શાસન ની ધુરા સંભાળી. તો પછી છેલ્લા 70 વર્ષ માં એવું તો શું થયું કે ભાવનગર હતું ત્યાં થી આગળ આવવાને બદલે ઔર પછાત બનતું ગયું? પ્રશ્ન સ્વાભાવિક નથી?

મારી દ્રષ્ટિ એ ભાવનગર ની દુર્દશા માટે મુખ્ય પંચ કારણો છે

1. બ્રેઈન ડ્રેઇન અને ડ્રેઇન્ડ બ્રેઈન (Brain Drain & Drained Brain)

ભાવનગર ની ઓળખ એક કળા અને સાંસ્કૃતિક નગરી ની છે. “ભાવનગરી” કહી શકીએ એવા અનેક મોટા મોટા નામ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના બનાવી ચુક્યા છે. ભાવનગર ના શિક્ષણકારો જગવિખ્યાત છે.  એનો અર્થ એટલો તો ખરો કે ભાવનગર માં થતા ઘડતર માં તો કોઈ પ્રશ્ન નથી.

આઝાદી પછી તરત સત્તા માં આવેલા તમામ લોકો પાસે વિકાસ નું કોઈ ચોક્કસ વિઝન ન હતું. જેના પરિણામે ભાવનગર આઝાદી ના પહેલા ૩-૪ દશક સુધી તો શું કરવું અને શું નાં કરવું એ નક્કી નાં કરી શક્યું. અને ભાવનગર ની પ્રજા શાસકો પર પોતાનો વિશ્વાસ રાખી એમના દ્વારા જે કઈ પણ થઇ રહ્યું હતું એને સ્વીકારતી રહી. અને સમય જતા ભાવનગર માં બંધ થતા ઉદ્યોગો અને નવા ઉદ્યોગો શરુ થવાની ધીમી ગતિ એ વિકાસ ની તકો ઓછી કરી નાખી હોવાથી જેમના પાસે કશુક કરવા ની ધગશ હતી, આગળ ઘણું બધું થઇ શકે એવું વિઝન હતું એવા ભાવનગર થી ભણેલા લોકો અન્ય શહેર માં પોતાના અભ્યાસ ને અનુરૂપ કામ મેળવવા માટે નીકળી જવા લાગ્યા. ભાવનગર નું બુદ્ધીધન બહાર ગયું જેને આપણે બ્રેઈન ડ્રેઈન કહી શકીએ. અને આવા લોકો બહાર નીકળી જતા અહિયાં બચેલા ડ્રેઈન્ડ બ્રેઈન લોકો એ અહિયાં ના વિકાસ નો કબ્જો પોતાના હાથ માં લીધો. બંને સ્થિતિ ભાવનગર ના વિકાસ માટે ખુબ ઘાતક નીવડી.

ડ્રેઈન્ડ બ્રેઈન લોકો એ કેવો વિકાસ કર્યો અને વિકાસ નાં નામ પર ભાવનગર ને શું શું કરી આપ્યું એ આપણે સહુ જાણીએ છીએ.

મહિલા કોલેજ ના સર્કલ ના બગીચા માં લીલુ ઘાંસ કાઢી ને પેવર બ્લોક નાખે એવા મહાબુદ્ધિશાળી શાસકો નાં હાથ માં વિકાસ કરવાની જવાબદારી આપેલી. કોને કહેવું કે વિકાસ કેટલો ગાંડો થયો છે! 

ગધેડીયા ફિલ્ડ (ગેધરીંગ ફિલ્ડ) માં રાજીવ ગાંધી ની સભા મેં જોઈ છે. ત્યાર થી આજ સુધી એના વિકાસ માટે કોઈ એ કોઈ પણ સ્તરે પગલા નાં લીધા! બાકી શહેર ની મધ્ય માં આવડું મોટું ગ્રાઉન્ડ હોઈ એમાં શું શું થઇ શકે, અને અત્યારે એમાં શું શું થાય છે એ આપણે સહુ જાણીએ જ છીએ.

2. વિકાસ ના વિરોધ નું રાજકારણ (Anti Development Politics)

એવું કહેવાય છે કે ભારત ના ચુંટણીપંચ માં નોંધાયેલા દરેક પક્ષ ની ભારત માં દિલ્લી સિવાય ભલે એક પણ જગ્યા એ ઓફીસ નહિ હોઈ પણ એક ઓફીસ  ભાવનગર માં ચોક્કસ હશે. એમના શહેર, વોર્ડ અને વિસ્તાર ના હોદ્દેદારો પણ જાહેર થયેલા હશે. અને અધૂરા માં પૂરું આ તમામ હોદ્દેદારો પોતાના વાહન પર “પ્રમુખ, ફલાણી પાર્ટી” એવા બોર્ડ પણ મારી ને ફરતા પણ હશે.  એનું કારણ એટલુજ છે કે ભાવનગર માં મોટા માથા (પ્રભાવશાળી લોકો) કોને ગણવા એના માટે જાજા આદર્શો આપણા પાસે નથી.

કાં તો રાજવી બનવું પડે અને કાં રાજકારણી. તો ભાવનગર ગામ માં તમારું માન છે.

ભાવનગર માં દરેક લોકો ને પ્રમુખ કહેવરાવવું ખુબ ગમે છે. પ્રમુખ મટી ગયા પછી પણ “માજી પ્રમુખ”, “પૂર્વ પ્રમુખ” કહેવરાવે છે. અને રાજકીય પક્ષો ભાવનગર નાં આ સ્વભાવ નો ખુબ સરળતા થી લાભ ઉઠાવી ગયા.

Symbolic image for closed factory.

૭૦ ના દશક ની હિન્દી ફિલ્મો માં નાયક (હીરો) કોઈ મજુર નેતા બતાવવામાં આવતો. આવી ફિલ્મો થી પ્રેરાય ને નેતા બનવા માટે કેટલાક લોકો એ મજુર ને પ્રશ્ન હોઈ કે નાં હોઈ “હમારી માંગે પૂરી કરો” આવા સુત્રો સાથે મોટા મોટા મજુર આંદોલનો કર્યા અને ભાવનગર ની તમામ મોટી મોટી મિલ અને ઉદ્યોગો ને તાળા મરાવ્યા. આવા આંદોલનો થી ભાવનગર ને તો કશું મળ્યું નહિ ઉલટાનું જે કઈ પણ હતું એ પણ ગુમાવવાની વારી આવી ગઈ. પણ હા, આ નેતા ઓ ને લોકો ઓળખતા થઇ ગયા અને એવા નેતા જીતી ને MLA પણ બની ગયા. આવા લોકો મારી પેઢી માટે સૌથી મોટા ગુનેહગારો છે.

Nuclear Power Plant at Mithivirdi

જીલ્લા ના ગામડા ના લોકો ખુબ ભોળા અને અજ્ઞાની છે પણ એમની ઈચ્છા હમેશા લોકો નું સારું કરવાની હોઈ છે, તમે એમને જઈ ને સમજાવો કે આ ફેક્ટરી કે પ્લાન્ટ નખાશે તો તમારી આવનારી પેઢી ને ફલાણું-ઢીકણું નુકસાન થશે તો એ લોકો સરળતા થી માની જશે. આવા જ પેંતરા કરી ને હાલ માં જ મીઠીવીરડી પાસે મંજુર થયેલ “ન્યુક્લિયર પાવર પ્લાન્ટ” અને મહુવા પાસે ની “સિમેન્ટ ફેક્ટરી” નો વિરોધ કરી ને લોકો એ પોતાનું રાજકારણ આગળ વધારવા માટે લોકો ને ઉક્સાવી ને આવતી વિકાસ ની તકો ને પાછી ધકેલી દીધી.

Symbolic image for windmill farm

હદ્દ તો ત્યારે થઇ ગઈ કે જયારે લોકો એ પોતાના ગામ માં નાખવામાં આવતી પવન ચક્કી નો પણ વિરોધ કર્યો. કદાચ ઉડાડતી વખતે એમના પતંગ એ પવન ચક્કી ના પાંખીયા માં ફસાઈ જતા હશે. બીજું તો શું કારણ હોઈ શકે વિરોધ નું? બાકી પોતાના ઘરે રિલાયન્સ ના ટાવર નખાવવા માટે લોકો કેટલો પ્રયત્ન કરતા હોઈ છે એ સહુ જાણે છે. હકીકત માં નુકસાન શેના થી છે એ સહુ ને ખબર છે. પરંતુ કોઈ ના કોઈ કારણ સર આપણા ગામ માં કોઈ પણ પ્રકાર નું નવું કશું થવું જોઈએ નહિ એવી માનસિકતા ખતરનાક છે, અને એને રોકવી અનિવાર્ય છે. બાકી ભાવનગર થી રાજકોટ અને ભાવનગર થી તળાજા તરફ નાં રોડ પર અસંખ્ય બમ્પ બન્યા જ નાં હોઈ ને?

3. બિનઅસરકારક નેતૃત્વ (Ineffective leadership)

નેતૃત્વ એટલે માત્ર રાજકીય નહિ, નેતૃત્વ ને વ્યાપક પરિપેક્ષ્ય માં જોવું જોઈએ. ભાવનગર નું નેતૃત્વ કરતા તમામ લોકો. કલાકારો, રમતવીરો અને નાના મોટા વેપારીઓ થી લઇ ને મોટા ઉદ્યોગપતિઓ સહીત તમામ લોકો એ ભાવનગર માટે વ્યાપક પ્રયાસ નથી કર્યા એ માનવું પડે. ચોક્કસ પણે રાજકીય નેતૃત્વ ની મદદ વગર આવા પ્રયાસ માં કશું થઇ નથી શકતું. તો રાજકીય નેતૃત્વ ને પણ અહિયાં ગણવું પડે.

નિરમા કંપની ભાવનગર માં આવી ત્યારે એણે કોર્પોરેશન પાસે થી ગટર નું દરિયા માં વહી જતું પાણી માગ્યું હતું. અને એના બદલા માં કંપની મહાનગર પાલિકા ને વાર્ષિક ચોક્કસ રકમ પણ આપવા તૈયાર હતી. પરંતુ આપણા કોર્પોરેશન નાં સત્તાધીશો એ આવી પ્રપોઝલ પર ધ્યાન નાં આપ્યું અને આમાં થી પણ પોતાના રાજકીય લાભ લેવાનું વિચારતા આ પ્રપોઝલ નિરમા કંપની એ પડતી મૂકી. એવું પણ ચર્ચાયું હતું કે પ્રપોઝલ પાસ કરવા ના બદલા માં અમુક કોર્પોરેટર એવું ઈચ્છતા હતા કે એમના સગા સંબંધી ને નિરમા કંપની માં નોકરી આપવામાં આવે. એવી પણ એક વાત છે કે પરિમલ નાથવાણી કે જે રિલાયન્સ કંપની માં ઉચ્ચ પદ પર છે એમણે એમના ભાવનગર ના પ્રવાસ દરમિયાન એવું કહેલું કે રિલાયન્સ નો પ્લાન્ટ ખાવડી (જામનગર પાસે નું ગામ જ્યાં હાલ રિલાયન્સ ની રિફાયનરી છે) માં નાખતા પહેલા ભાવનગર પસંદગી ની જગ્યા માં આવતું હતું. પરંતુ કોઈ કારણ સર ભાવનગર ને બદલે ખાવડી માં આ પ્લાન્ટ નાખવામાં આવ્યો.

આજે ભાવનગર નાં નિવાસી એવા કેટલાય લોકો બીજા શહેર, રાજ્ય અને બીજા દેશ માં ખુબ સમૃદ્ધ થઇ ને જીવન જીવી રહ્યા છે. આ લોકો પણ ભાવનગર નું પ્રતિનિધિત્વ (એક પ્રકાર નું નેતૃત્વ) કરી રહ્યા છે ને? આવા લોકો માંથી અમુક લોકો આજે પણ ભાવનગર ની શૈક્ષણિક સંસ્થા ઓ ને દાન આપી ને પોતાનું કર્તવ્ય પૂરું કર્યા નો ભાવ રાખે છે. પણ, વાસ્તવ માં ભાવનગર ને શેની જરૂર છે, અને એના માટે એ લોકો શું કરી શકે એ એમને ખબર નથી લગતી. આવા લોકો ધારે તો ભાવનગર માં રોકાણ કરી ને મોટા ઉદ્યોગો ના પાયા નાખી શકે, મારતા ઉદ્યોગો ને જીવન આપી શકે અને ભવિષ્ય માટે વિકાસ ના દ્વાર ખોલી શકે એવી યોજના બનાવી ને અમલ કરવા માટે રાજકીય લોકો પર દબાવ બનાવી શકે. અને રાજકીય કે બિન રાજકીય રીતે આવા લોકો નું સંકલન કરવા માટે નાં પ્રયાસો પણ થયા નથી. 

રાજકીય રીતે ભાવનગર માંથી CM બની શકે એવા લોકો આજે અને ભૂતકાળ માં ગુજરાત/કેન્દ્ર સરકાર માં અને સત્તાધારી પક્ષ નાં સંગઠન માં રહ્યા છે. તેમ છતાં જાહેર ક્ષેત્ર નું સાહસ (PSU) કે એનું એક યુનિટ ભાવનગર માં ન બનાવાયું, અહિયાં ચાલતા કે થઇ શકે એવા વ્યવસાયો માટે સ્પેસિફિક યોજના (સ્કીમ) ન આપવામાં આવી કે પછી મોદી સરકાર નાં આવ્યા પછી AIIMS અને SmartCity જેવા પ્રોજેક્ટ માંથી ભાવનગર ની બાદબાકી આવું બહુ બધું આપણા સાથે બની ગયું છે. કેમ, GSFC વડોદરા માં બને અને GNFC ભરૂચ માં તો ભાવનગર માં કઈ નાં બની શકે? આ તો મહામહેનતે આંદોલન કરતા ભાવનગર ને મેડીકલ કોલેજ મળી બાકી આ પ્રોજેક્ટ પણ આજુ બાજુ ના શહેરો ને આપી દેવામાં આવ્યો હોત.

૨૦૦૪ થી હું પોતે એક IT (સોફ્ટવેર) કંપની ભાવનગરમા જ ચાલવું છું. એક ચુંટણી પહેલા નરેન્દ્ર મોદી ની IT પાર્ક ની જાહેરાત થી ખુબ ખુશ પણ થયો હતો.

4. રોડ, રેલ અને જળ પરિવહન (Connectivity by Road, Rail and Water)

ડૉ. અનીલ કાણે  ની કલ્પના “કલ્પસર યોજના” સાકાર થવા ની તો દુર એના વિષે સરકાર વિચારે છે કે કેમ એ પણ કોઈ ને ખબર નથી. કલ્પસર યોજના મુજબ નો ભાવનગર ને ભરૂચ થી જોડતો પુલ અને ડેમ બની જાય તો અમદાવાદ નું મહત્વ ઘટી જાય, તો પછી ગુજરાત નાં રાજકારણીઓ એ અમદાવાદ માં કરેલા રોકાણો નું શું ઉપજે? તમને લાગે છે કે ગુજરાત માંથી કોઈ આ વિષય આગળ ચલાવશે? આપણા ભાવનગર નાં જ નેતાઓ એ આ વિષય પર ધ્યાન આપવું પડશે ને?

રોડ: ભાવનગર થી અમદાવાદ પહોચતા રોડ ના માર્ગે ૩:૩૦ કલાક નો સમય લાગે. કેમ? કારણ કે, ભાવનગર થી અમદાવાદ સુધી ફોર લેન રોડ નથી. આટલા વર્ષે પીપળી સુધી નો રોડ નો પ્રોજેક્ટ પૂર્ણ થવા ઉપર છે જે એક સારી વાત છે. પણ ભાવનગર થી પીપળી સુધી નો ૭૮ કી.મી. નો રસ્તો આજે પણ મોત ને આવકારવા જેવો છે. સંકડો રસ્તો અને ખુબ ટ્રાફિક! હમણાં, વેળાવદર વન્ય અભયારણ્ય સંદર્ભ માં જે નિર્ણય લેવાયો એના થી ભાવનગર પીપળી ના ફોર લેન રોડ ના કામ આડે ના અવરોધો ઓછા થયા હશે.

કેન્દ્ર ની અટલ બિહારી વાજપેયી સરકાર વખતે ભાવનગર થી સોમનાથ દ્વારકા ના રસ્તા ને નેશનલ હાઈ વે 8E જાહેર કરવામાં આવ્યો. તમે કોઈ વાર ગયા હશો તો તમને ખબર હશે કે આ રસ્તા ની શું હાલત છે! વાજપેયી સરકાર ગયા ને આજે ૧૩ વર્ષ થઇ ગયા. પણ હજુ આ રસ્તા ની હાલત એવી ને એવી જ છે. નીતિન ગડકરી નાં આવ્યા પછી ચોક્કસ રીતે આ રસ્તા ના નિભાવ નું કામ અને વિસ્તરણ નું કામ જોર પકડી ને ચાલે છે. પણ અત્યારે સુધી જે લોકો કેન્દ્ર માં સત્તા માં હતા એમને જવાબ આપવો જોઈએ ને કે આ રોડ બન્યો કેમ નહિ.

ટ્રેન: ચાલો, રોડ થી ૩-૪ કલાક માં અમદાવાદ તો જઈ શકીએ છીએ. ટ્રેન તો ૬ કલાક તો નો સમય લે છે. એનું શું? મહારાજા વખત થી ભાવનગર તારાપુર રેલ્વે લાઈન નો પ્રોજેક્ટ ખોરંભે છે. ૭૦ વર્ષ માં કેમ કોઈ એ એ પ્રોજેક્ટ ને આગળ નાં વધાર્યો. રેલ્વે માં તો ભાવનગર ને જે ૨ થી ૩ ટ્રેન મળી છે એ પણ અસરકારક નથી. બાકી અન્ય શહેરો માં લોકો ટ્રેન નો ઉપયોગ કરી ને પોતાની રોજગારી મેળવી શકે છે. પણ ભાવનગર ની ટ્રેન આ પ્રકાર નો રોજગાર આપી શકે એમ નથી. વર્તમાન ટ્રેન નો  સૌ થી મોટો ફાયદો મુંબઈ થી પાલીતાણા દર્શન કરવા આવતા લોકો ને થયો છે. પણ ભાવનગર ને પર્યટન માટે પણ વિકસિત કર્યું નથી એટલે આ પર્યટકો નો સીધો લાભ ભાવનગર ને મળતો નથી.

જળમાર્ગ: લોથલ ૪૦૦૦ વર્ષ પહેલા એક બંદર હતું, અને જળમાર્ગ થી આયાત નિકાસ અને પરિવહન થતું હતું. ભાવનગર થી ભરૂચ, સુરત, વલસાડ અને મુંબઈ સીધો જળમાર્ગ છે. કોઈ પણ રીતે આ શહેરો ને જોડતી કોઈ પેસેન્જર શીપ ભાવનગર થી ચાલતી હોઈ તો એના થી ભાવનગર માં વિકાસ ની તકો નું નિર્માણ થઇ શકે. ભાવનગર પોર્ટ અને પીપાવાવ પોર્ટ ની લીંક પણ બનાવી શકાય છે. પરંતુ આપણી કમનસીબી કે ૭૦ વર્ષ માં કોઈ પણ ને આ પ્રકાર ની લીંક ઉભી કરવા માટે સુજ્યું જ નહિ.

5. આપણે સહુ (We, the people)

મારું માનવું છે કે, ભાવનગર ની પ્રજા તરીકે જ્યાં સુધી આપણે સહુ એ નહિ સ્વીકારીએ કે ભાવનગર ના અલ્પ વિકાસ માટે આપણે પણ જવાબદાર છીએ ત્યાં સુધી આપણને ભાવનગર નાં વિકાસ માટે કશું બોલવાનો અધિકાર નથી.

આપણે લોકો કેમ કશું બોલ્યા નહિ? જયારે

  • મિલો અને ઉદ્યોગો બંધ કરાવવા માટે રેલીઓ થતી હતી.
  • વિરોધી લોકો નવા ઉદ્યોગો ની વિરુદ્ધ આપણા ગામ વાળા ને ઉક્સવતા હતા
  • મહાબુદ્ધિ લગાવી ને સત્તાધીશો વિકાસ ના નામ પર વિવિધ આયોજન કરતા હતા અને એવી યોજના પૂરી કરતા રહ્યા.

કહેવાય છે ને કે દુર્જનો ની સક્રિયતા કરતા સજ્જનો ની નિષ્ક્રિયતા વધુ નુકસાનકારક હોઈ છે. એ વાત અહિયાં સાચી પડતી દેખાય છે. આપણે લોકો એ જો આ મિલ બંધ કરવાતા લોકો ને રોક્યા હોત, આવા રાજકારણી ને જજો ભાવ નાં આપ્યો હોત તો સો ટકા ભાવનગર નાં વિકાસ ની દિશા અલગ હોત. આપણે સમય સમય પર આપણા રાજકીય કે બિન રાજકીય નેતા ઓ સાથે વિકાસ ના સંદર્ભ માં વાર્તાલાપ કર્યો હોત તો કદાચ વિકાસ ની દિશા બદલી શકાતી હતી. આપણે આપણા પ્રતિનિધિઓ નું સમય સમય પર કામકાજ નું ઓડીટ કર્યું હોત તો આજે વિકાસ થયોજ હોત.

રાજકીય શિષ્ટાચાર માં પડ્યા વિના વિરોધપક્ષે પોતાની ભૂમિકા નિભાવવાની હતી.

આપણા મગજ માં “ભાવનગર નો વિકાસ એટલે અલંગ” એ જે ઠસાવી દેવામાં આવ્યું છે એને બદલવાની જરૂર છે. ભાવનગર માત્ર ભંગારી ગામ નથી. ભાવનગર રચનાત્મક ગામ છે અહિયાં અને ઉદ્યોગો માટે જરૂરી તમામ ભૌગોલિક પરિસ્થિતિ છે. જરૂર છે આપણે આપણા વિચારો ને બદલવાની.

તમે અહિયાં સુધી વાંચ્યું છે હું એનો અર્થ એ કાઢીશ કે તમે ખરેખર ભાવનગર નાં વિકાસ માટે ચિંતિત છો. એટલે સૌ પ્રથમ આપનો આભાર. તમને લાગે કે મારી આ વાત વ્યાજબી છે, મારું અવલોકન વ્યાજબી છે, મેં આપેલા વિકાસ માટે નાં સૂચનો વ્યાજબી છે તો મારી આ વાત વધુ માં વધુ લોકો સુધી પહોચાડશો. ચુંટણી નજીક જ છે, તમારા તરફ થી પણ કોઈ વિકાસ કરવા માટે જરૂરી લગતા સુજાવ હોઈ તો અહિયાં કોમેન્ટ માં લખશો. આશા રાખીશું કે કોઈ રાજકીય પક્ષ આ સુજાવો પર ધ્યાન આપી ને ભાવનગર ના વિકાસ લક્ષી મેનીફેસ્ટો આપી ને એના પર કાર્યવાહી કરશે.

22 thoughts on “1947ના જાજરમાન ભાવનગર ને વિકાસ માં ગ્રહણ કોણે લગાવ્યું?

  1. Amit Reply

    Vikrant,

    Kharekhar jova jaiye to pehlo vank aapno potano che!

    1. Aapne balpan thi j bahar jai ne karkirdi banavava ni vato karli/sambhli che, kyarey koi pan vyakti a ahiya vikas thai shake ke kem a vishe vichar sudhha nathi karyo !!! (A hadd sudhi aapne vichar vihin rahya chiye aapni aavi matrubhoomiate jya prathmik kaksha no baal vikas ane prathmik kaksha ni jaher suvidha haji pan ghana ‘A type’ na model town/city karta ghani j sari che… pan a pachi aapne ‘advance level’ shu hoi shake ane shu shu kari shakiye a vicharyu j nathi ? Kem ? Shu aapne j aapnu bhalu(advancement) nathi echhata… !!!

    2. Koi ne karvu nathi kai(! Deabtable che kem k jene karvu j che a ahi nathi kari shakta to bahar jai ne kari j batave che ne…) ane je kai karva mange che temne kyarey karva devama aavyu kem nathi ? Vyaktigat swarth thi vishesh kaik avu che je haji sudhi dar-ek ne andar thi roki rahyu che ! (Jo kadach aa ‘loop’ ma khootati kadi mali jai to ghana badha prashno no ek sathe nikal thai shake mari drashti a…)

    3. Aaj thi 70 varas pehla aapno Raja aapno ane aapna gaam no vikas echhato hato atle j prathmik suvidha upar je rite kahyu a rite ‘the best’ a samay ma aapi j hati ne ! Pan sarvale to a j sabit thayu ne ke aapne(badha j aavi gaya) j aapno vikas nathi echhata… Shu aapna jenes atla nishkriy thai gaya che aa 70 varas ma ke pachi aapnane ‘what is next!’ valo vichar j nathi aavto ? Ke pachi ‘challanges’ leva nathi gamta koi ne atle ‘opprtunities’ jova ni aadat kadhi nakhi che aapne !?

    • Vikrant Pandya Post authorReply

      હા અમિત.
      તારી વાત સાચી છે. પણ હવે એક્શન મા આવવાનો સમય છે. બને એટલું જલ્દી આવી જવું જોઈએ….

  2. Nileshbhai Pandya Reply

    We need to create a team like MAHAJAN. and fix objective. And let us work together.

  3. Shaktiman Reply

    Vikrant bhai…
    Aa badha muddao vachhe ak vat note karvi rhi….k Bhavnagar industrial development mate sara chaces dharave chhe….
    But..
    Bhavnagar ma lukhkha tatvo no tras ghano vadhare chhe…koi pan dhandho karvo hoi dukan nakhi ne beso atle sanj padye pachh lukhakha aavi jai…aam to potane su ne sui kevdavta hoi…
    Gujarat ma badhi caste na kaik ne kain points chhe koi dhandha ma aagal hoi koi shikshan leva ma to koi transport ne lagta business ma….
    Ak samaye aa dhandhadari caste na loko hta…Bhavnagar ma…amni societyo b hti…
    Pan aa roj roj ni lukhhai ane a lukhhao na political support na karne….
    Koi mathakut ma na padva magti aa dhandha dari caste bije shift thva lagi…..aaje jya jya vikas thyo chhe tya dil par hath rakhi. Ne nishpaksh vichari levanu…k a caste no ketlo falo chhe …a samaj mate vicharta aavya chhe ane potani mehnate aagal aavela loko chhe….
    Ahiya koi upar aangli chinghvani vat nathi pan to b ….
    Shanti thi vicharsho atle tarat spark thai jse…k
    Vikas and business mate koni vat thai chhe…. Ane lukhhai mate koni..
    Bhavnagar no su gme te vistar no vikas karvo hoi to…aava ” lukhkhesh” o par control jaruri che….baki a to “vikas karta y nathi ane thva y nathi deta”

    Jay hind

  4. Arvind jasoliya Reply

    Very nice Article vikrantbhai , congretulation. I suggest All leading Association shoul jointly represents for leading issues for devleopment of bhavnagar. especially 1 Gundala devla bridge on khambhat akhat which will connect bhavnagar with south guj and up to bombay by highway and railway, more it will connect dholera sir and Bharuch PCPIR etc many other benifits. 2 for new GIDC near madhya, 3 for chemical and industrial zone to be declared in BHAL area with Govt incentives benefits in taxes to attract new industries.

  5. Paresh Bhatt Reply

    No political party/leader interested in development of Bhavnagar city/ district.
    There are few points we need to ponder over it.
    1. People should judge the leadership before having blind faith.
    2. When any political party/ leader start any movement/ agitation against any existing or upcoming project / organization, at least ask/ raise questions about alternate solution for it . Are they able to present better option in case the present unit get shut down and provide employment to workers those might get fired due this shut down?
    3. People need to analyze the promises done to them by political party/ leader when they come out for voting at election time.
    4. Kalpsar project is the best option for development of Bhavnagar and nearby region.Why this project is hanging since last many years.( As per my knowledge more than 40 years, there is nothing done)
    5. This is the high time to raise question for development of Bhavnagar region as election is coming in near future.
    6. A signature campaign should be initiated for the same.
    7. One whatsapp/ facebook campaign also can be a good option.
    8. A movement should consistently run until the goal is achieved.
    9. A postcard campaign should be done . At least 10 lac post card should be sent from Bhavnagar and nearby area to PM Modi to raise our voice and demand for development in Bhavnagar district.

  6. Dyuti Bhatt Reply

    Very well described Vikrant.. excellent and detailed article.. keep it up

  7. Vasant.Pandya Reply

    Are majority locals really aware and serious about the points raised? If only few intellectuals think so ,it is like crocodile tears .Do the majority population want to unite and do something seriously about the lost honor of our city? Let such dedicated people get to gather and make a plan of action for each point and fight for solving them. So called political leaders are puppets only and should not expect anything from them.
    However, am happy that you are really and seriously on right path and wishing you best luck

    • Vikrant Pandya Post authorReply

      I don’t know about the majority but yes, looking to the response I have received on this blog suggests that people want something to be done for Bhavnagar.

      Thank you for your appreciation.

  8. Vijaysinh Reply

    વાહ…. ખૂબ સરસ… ભાઈ ભાઈ..
    આ બધી ડાયરા ની વાતો થઈ. Vikrantbhai સુંદર રજુઆત. 10 માંથી 8 ભાવનગરી આવુ જ કંઈક વિચારતા હોય છે. અત્યાર નાં યુવાનો ને પણ ભાવનગર માટે કંઈક કરવું તો છે જ.
    પ્રશ્નો અને સમસ્યા ઓ છે જ. એનાં જવાબ અને ઉકેલ પણ હશે જ. તમારા ધ્યાન માં પણ જવાબ હશે, તો હવે નો આર્ટિકલ ઉકેલ અને પ્લાનિંગ માટે નો લખો. ઘણાં યુવાનો તૈયાર છે, એમને ખબર નથી કે શુ કરવું જોઇયે. બસ શરૂઆત કરવાની જરૂર છે. કાંઇક વિચારી ને કહો, ક્યારે મળવું છે? શરૂઆત ભલે થોડા વ્યક્તિ ઓ થી થાય, ભલે પહેલા ખાલી મળી ને કોઈ જ પ્લાનિંગ વગર પણ છુટા પડવું પડે, ક્યારેક મળીશું ને મળતાં રહીશું તો કોઈ ને કોઈ રસ્તા ઓ તો થશે જ. વાતો તો અત્યાર સુધી ધણી થઈ, હવે નાનકડી પહેલ ની જરૂર છે.
    બીજી એક વાત કે જે લોકો ભાવનગર છોડી ને બહાર સ્થાયી થયા છે તેઓ પણ ભાવનગર ને હજુ એટલો જ પ્રેમ કરે છે જેટલો આપણે, કદાચ આપણી કરતા વધારે. એટલે જ્યારે નાનકડી પહેલ ની જાણ થશે ત્યારે એ લોકો પણ પાછળ નહીં રહે.
    તો સો વાત ની એક વાત. હવે કૈંક નક્કર આયોજન હોય તો રજુ કરો.(તમને વર્ષો થી ઓળખું છું એટ્લે કહું છું કે તમારા મગજ માં કોઈ એકાદ પ્લાનિંગ વાયરસ તો એક્ટિવ છે જ)
    કહો ક્યારે મળવું છે? પછી તો પ્લાનિંગ આપો આપ થશે જ.સમય, સ્થળ નક્કી કરી ને કહેજો.
    આ પોસ્ટ મા જેટલા એ કૉમેન્ટ કરી છે એ બધાં તો આવશે જ.
    જય હિન્દ
    વિજયસિંહ ગોહિલ

    • Vikrant Pandya Post authorReply

      વિજયસિંહ, પ્રતિભાવ બદલ આભાર. આપના સૂચન મુજબ વિકાસ માટે ની આપણી યોજના શુ હોવી જોઈએ એ વિચાર છેલ્લા એક વર્ષ થી કરી રહ્યો છું. શુ શુ થઈ શકે, કઈ રીતે કરી શકાય એવા અનેક પ્રશ્નો નો વિચાર ચાલી રહ્યો છે.

      તમે કહ્યું એમ મળવું અને મળતા રહેવું જરૂરી છે. પણ કોને-કોને મળવું, ક્યારે મળવું એવા પણ પ્રશ્નો છે કરણ કે દરેક બાબત નું જ્ઞાન આપણા પાસે નથી. અલગ અલગ પ્રકાર ના લોકો ને એકત્રિત કરવા જોઈશે.

      અને સૌથી અગત્યની વાત, આપણું મળવાનું રાજકીય અખાડો ના બની જાય એ પણ જોવું જોઈશે.

      એટલે આ તમામ બાબત નો વિચાર કરી ને ક્યારેક ચોક્કસ સાથે કામ કરવા માટે કોઈ મંચ બનાવીશું. એ સમયે આપણે ફરી થી વાત કરીશું.

      આભાર.

  9. Paresh Shah Reply

    ખૂબ સુદર અને સચોટ રજુઆત વીકાન્ત ભાઈ રો રો ફેરી સર્વીસ થી શરૂઆત થઇ છે : હજી થોડા મોટા ઉદ્યોગો આવે તો ભવીષ્ય ઊજવળ બની શકે

    • Vikrant Pandya Post authorReply

      પરેશ ભાઈ, ખૂબ ખૂબ આભાર.
      રો-રો નો પૂરતો લાભ લોકો લે તો જ સફળ છે. બાકી તો ઈન્ડિગો વાળા બંધ કરી દેશે. જોઈએ આગામી સમય માં શુ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *