પાલઘરની ઘટના ભીડ હિંસા નથી “હિન્દૂ ધિક્કાર”નું સાક્ષાત ઉદાહરણ છે

18મી તારીખે હિન્દી ન્યુઝ પોર્ટલની લિંક કોઈ એ ફેસબુક પર શેર કરી હતી જેમાં સમાચાર વાંચ્યા કે “महाराष्ट्र के पालघर में चोरी के शक में ३ लोगों की भीड़ ने हत्या की”.

આપણી ફિલ્મોમાં આપવામાં આવેલા સંદેશ “પોલીસ અને પ્રશાસન પર વિશ્વાસ કરવાને બદલે જાતે ન્યાય કરો” ને અનુસરી ને ભીડ દ્વારા આ પ્રકારની હત્યા થયાના સમાચાર ઘણી વાર આપણે સાંભળેલા છે. પછી એમાં “ઈકોસીસ્ટમ” પોતાની અનુકૂળતા મુજબ “જયશ્રી રામ” કે “ગૌમાંસ” ને જોડીને આખો વિષય ટીવી ના માધ્યમથી આખો દિવસ આપણા સમક્ષ મૂકી આપણને અપરાધભાવ થઇ જાય એ હદ્દ સુધી ચર્ચાઓ કરતી હોઈ છે. અંતે એટલું જ સાબિત કરવાનું હોઈ છે કે “હિંદુઓ અસહિષ્ણુ છે”, “ભારત માં લઘુમતીઓ પર અત્યાચાર થાય છે”, “સંઘ અને ભાજપ હિન્દૂ રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે એ હિન્દૂ રાષ્ટ માં તો લઘુમતીઓ નું શું થશે!” તથા “જ્યાં જ્યાં ભાજપ ની સરકારો છે એ રાજ્યો માં તો લઘુમતીઓ નું શ્વાસ લેવું પણ મુશ્કેલ છે.”

મહારાષ્ટ્રમાં તો "સેક્યુલર શિવસેના" ની "અનંત-સેક્યુલર કોંગ્રેસ અને NCP" સાથેની સરકાર છે. એટલે ત્યાં તો લઘુમતીઓ સુરક્ષિતજ હશે.

લઘુમતીઓને અનુભવાતી સુરક્ષા કે અસુરક્ષાની ભાવનાને સમજવાની જરૂર છે. તમારા-મારા માટે એની જે વ્યાખ્યા હોઈ, ભારતના લઘુમતીઓ માટે સુરક્ષાનું વાતાવરણ એટલે “એમને જે કરવું છે એ કરવા ની છુટ આપો”, “એમના વિસ્તાર માં પોલીસે જવાનું નહિ”, “એમના ધાર્મિક બાબતમાં કોઈ એ કાંઈ બોલવાનું નહિ”. ટૂંકમાં દેશના પ્રથમ હક્કાદારો તરીકે એમને સાંચવવાએ એમને મન સુરક્ષા. અને વર્ષોથી કોંગ્રેસના શાસનમાં “તુષ્ટિકરણ” ની નીતિ અંતર્ગત એમને આ અગ્રહક્ક મળેલો પણ હતો. જેવું એમને “કાફિરો” કે “નોન-બીલીવર્સ” ની સમકક્ષ મૂકી ને સમાન વ્યવહાર ચાલુ થાય એટલે એ સુરક્ષિત અનુભવવા લાગે.

મને નથી લાગતું કે ભારત જેવા દેશ માં કોઈ પાર્ટી પોતાની સરકાર બનતા કોઈ એક ચોક્કસ ધર્મના લોકોને હેરાન કરી શકે. (હા સાંચવી જરૂર શકે છે એ પણ હિન્દૂ ન હોઈ તો તો ખાસ) એટલે ભાજપની સરકાર આવતા અચાનક “અસુરક્ષા છે” એવો કાગારોળ ચાલુ કરી ને સરકારને ભાંડવાનું ચાલુ થઇ જાય. અટલ બિહારી વાજપાઇ વડાપ્રધાન બન્યા ત્યારે પણ “ભારતમાં વધતી અસહિષ્ણુતા” અંગે વિદેશોમાં પણ બહુ બધું છપાયું હતું. (હવે કહે છે કે એ તો ભગવાન નું માણસ હતા). 1999 માં છપાયેલો “હ્યુમન રાઇટ્સ વૉચ” નો આ રિપોર્ટ વાંચશો એટલે ઘણું બધું સ્પષ્ટ થઇ જશે https://www.hrw.org/reports/1999/indiachr/christians8-03.htm

કોંગ્રેસના રાજ માં લાખો વીઘા જમીન ખ્રિસ્તી મિશનરીઓ ને આપવામાં આવેલી છે (કોઈ RTI કરે તો સચોટ આંકડો પણ આવી શકે). મિશનરી ધારે એ પ્રકાર ના કાર્ય અને કાર્યક્રમો કરી શકતી હતી. વિદેશથી પણ બહુ મોટા પ્રમાણમાં પૈસા આવતા એટલે આદિવાસી અને દલિત વિસ્તારોમાં “સેવા” (શિક્ષણ અને સ્વસ્થ) ના બહાને મોટા પાયે પૈસા ખર્ચી ને કેટલા બધા હિન્દૂઓનો ધર્મ બદલી દેવામાં આવ્યો છે. અને એ પણ સરકારના પુરા સહયોગ થી.

જે દેશમાં લોકો 33 કરોડ દેવી-દેવતાઓ ને પૂજતા હોઈ ત્યાં ધર્માંતરણથી પણ પ્રશ્ન ના હોત. 33 કરોડ માં 2 બીજા જોડી દેવામાં આપણને કોઈ પ્રશ્ન ના હોઈ. પણ, ધર્માંતરણ થતા આસ્થા ભારત કે ભારતની સંસ્કૃતિ માંથી દૂર થઇ વિદેશી બની જાય છે. અને એના થી પણ અઘરું તો એ કે તેઓ જે લોકો હજુ હિન્દૂ છે એમને મન થી પોતાના નવા ધર્મના શિક્ષણ મુજબ “કાફિરો” કે “નોન-બીલીવર્સ” માની ને એમના થી ઘૃણા કરવા લાગે છે. જે કાંઈ ભારતીય છે એ બધી જ વસ્તુ નો ત્યાગ કરી ને એમને એમ લાગવા લાગે છે કે એ લોકો પોતાના નવા ધર્મ માટે નિષ્ઠાવાન બની રહ્યા છે. જે તકલીફ કરી રહી છે.

મહારાષ્ટનો #પાલઘર આદિવાસી વિસ્તાર છે. ત્યાં મોટી સંખ્યામાં આદિવાસીઓનું #ધર્માંતરણ થઇ ગયું છે. અને ત્યાંના મૂળ હિન્દૂ આદિવાસીઓ હવે #ખ્રિસ્તી થઇ ગયા છે. #મિશનરીની પ્રવૃત્તિઓની સામે હિન્દૂ સાધુઓ જીક જીલી રહ્યા છે. બચેલા આદિવાસીઓની હિન્દૂ ધર્મમાં આસ્થા બની રહે એ માટે આવા સાધુઓ ત્યાં કામ કરી રહ્યા છે.

પાલઘર હત્યાકાંડની વિગત:

બે સાધુઓ પોતાના એક સહાયક સાથે એમના પંથના એક સાધુના મરણ નિમિત્તે જતા હતા. રસ્તામાં એમની કાર ખોટવાઈ ગઈ. એમણે કારની અંદર જ રહીને પોલીસને ફોન કરીને બોલાવી. પોલીસ આવે એ પહેલા ત્યાંના સ્થાનિક 5-10 લોકોએ ભેગા મળી ને કાર પર પથ્થરમારો કરીને સાધુઓ ને ઘાયલ કરી નાખ્યા.સાધુઓ બચવા માટે બહાર નીકળ્યા તો એમને લાકડી ડંડા થી ખુબ મારીને લોહીલુહાણ કરી નખાયા. ત્યાં સુધી માં પોલીસ આવી ગઈ પણ પોલીસે આવીને મદદ કરવાને બદલે એ સાધુઓ ને (જેમાંથી 80-85 વર્ષ ના એક સાધુ જે નજીક ના ઘર માં છુપાઈ ગયા હતા એમને ઘર માંથી બહાર લાવી) આ 5-10 લોકોને સોંપી દીધા. એ પછી 3 લોકો એ એ ઉંમરલાયક સાધુ પર લાકડીઓના એટલા બધા પ્રહાર કર્યા કે એમનું મૃત્યુ થઇ ગયુ. બીજા એક યુવાન સાધુને અને એમના સહાયકને પહેલા જ મારી નાખવામાં આવ્યા હતા.  આ સમગ્ર ઘટના અલગ અલગ વિડિઓમાં જોઈ શકાય છે.

https://www.youtube.com/watch?v=hbFSRj6iLoM

સરકાર અને પોલીસની ભૂમિકા ભૂમિકા:

1. પોલીસ રાજ્ય સરકાર અંતર્ગત આવે. સરકાર નક્કી કરે કે કયો ઓફિસર ક્યાં પોસ્ટ થશે. એના આધારે જે વિસ્તાર સેન્સિટિવ હોઈ ત્યાં એ પ્રકારનો પોલીસ ઓફિસર મુકવામાં આવે જે એ વિસ્તારની લોકલ ગુનાહિત પ્રવૃત્તિઓ પર કાબુ રાખી શકે.
2. પોલીસને બોલાવવામાં આવ્યા પછી પોલીસે સાધુઓને રક્ષણ આપ્યું નહિ તથા એમને મારવા માટે સોંપી દેવામાં આવ્યા.
3. આ હત્યાકાંડને “ભીડ હિંસા” દર્શાવીને એના આરોપીઓ તરીકે 150 લોકો સામે ફરિયાદ દાખલ કરી. જયારે વિડિઓ માં માત્ર 5-10 લોકો જ હિંસા કરતા દેખાઈ રહ્યા છે. ભીડ હિંસા નો કેસ દાખલ થતા હત્યા ના આરોપીઓ ને થોડું સંરક્ષણ મળી જાય છે. (કાયદાકીય છટકબારી)
4. પોલીસનું કેહવું છે કે આ હિંસા માં એમના 4 પોલીસ જવાનો ઘાયલ થયા છે. વિડિઓ માં સપષ્ટ જોવા મળે છે કે 5-10 લોકો નું ટોળું પોલીસ ને હાથ પણ નથી લગાવતું.

આ દર્શાવે છે કે મહારાષ્ટની પોલીસ અત્યારે સરકાર મુજબ સેક્યુલર બની ને કામ કરી રહી છે.

હજુ તમને ટીવી, છાપા અને બુદ્ધિજીવીઓ ના માધ્યમ થી સમજાવવા માં આવશે કે આ ભીડ હિંસા છે”  “જુઓ, ટોપી નથી પહેરી એટલે આ લોકો તો હિંદુઓ જ છે“. પણ તમે તમારી સમજણ મુજબ તમારો અભિપ્રાય બનાવી શકો એટલે આ માહિતી અને પૂર્વભૂમિકા રજુ કરી છે.

1 thought on “પાલઘરની ઘટના ભીડ હિંસા નથી “હિન્દૂ ધિક્કાર”નું સાક્ષાત ઉદાહરણ છે

  1. Jayesh dave Reply

    આ થતું આવ્યું છે અને થતું રહેશે…. એમનો સ્પષ્ટ સંકેત છે કે હમ તો યહી કરેંગે ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *