સાતમ-આઠમ આવી રહી છે. સમગ્ર સમાજ તહેવારો ની રજા માણશે. સ્કુલ, કોલેજ ઓફીસ માં મીની વેકેશન નો માહોલ બની જશે. તહેવારો ના સમય માં આપણે શું કરીએ છીએ એ પણ એક વિશેષ પ્રશ્ન છે. હમણાં મારા એક ખાસ મિત્ર ને પૂછ્યું કે “શું છે સાતમ આઠમ નો પ્લાન?”. એમણે ખુબ જ કંટાળા સાથે કહ્યું
“કઈ નહિ. કદાચ ક્યાંક ફરવા જશું, પણ તહેવારો ની ભીડ માં ક્યાંય જવાનું મન થતું નથી”
આ જવાબે મને વિચારતો કર્યો કે તહેવારો થી ચીડ કેમ થાય છે? એમાં પણ ખાસ કરી ને હિંદુ તહેવારો થી હિંદુઓ ને ખુબ ચીડ થાય છે. ૩૧ ડીસેમ્બર ની પાર્ટી માં ક્લબ માં કે ક્રિસમસ ના વેકેશન માં ફરવા લાયક સ્થળો પર પણ આટલી અને કદાચ આના થી પણ વધુ ભીડ હોઈ છે. ત્યાં કોઈ ને ભીડ નડતી નથી. તો આપણા તહેવારોના સમયે જ કેમ આવું થતું હશે?
વાત વિચારતા વિચારતા પ્રશ્ન નાં મૂળ સુધી જવાનો પ્રયાસ કર્યો એ અહિયાં સાદર રજુ છે.
ભારતીય સમાજ ચંદ્ર આધારિત કેલેન્ડર ને સદીઓથી માનતો આવ્યો છે. આપણા લગભગ તમામ તહેવારો ચંદ્રની સ્થિતિ અનુસાર છે. પૂનમ, અમાસ, બીજ, ત્રીજ, ચોથ, આઠમ વગેરે… દરેક ભગવાન ની જન્મતિથી પણ ચંદ્ર મુજબ જોવામાં આવેલી છે. અંગ્રેજો ના ૨૦૦ વર્ષ ના શાસન થી ચંદ્ર આધારિત કેલેન્ડર નું ચલણ ઓછુ થવા લાગ્યું. સમગ્ર શાસન વ્યવસ્થા અંગ્રેજો ના હાથ માં હોવાને લીધે એમના “હોલીડે” ને આપણે અનુસરવું પડ્યું. સન. ૧૮૪૩ થી રવિવારે રજા અમલ માં લાવવામાં આવી કારણ કે ખ્રીસ્તી ધર્મ ની માન્યતા અનુસાર ગોડ એ છ દિવસ માં દુનિયા નું નિર્માણ કર્યું અને સાતમાં દિવસે એમણે આરામ કર્યો. એટલે ખ્રિસ્તી લોકો પ્રાર્થના પણ રવિવાર ના દિવસે જ કરે છે. ચર્ચ માં જઈ ને પ્રાર્થના કરવા માટે રવિવાર ની રજા આપવામાં આવેલી છે. તો સવાલ એ પણ થાય કે ૧૮૪૩ પહેલા અઠવાડિયા માં રજા હતી જ નહિ. નાં, એવું નહતું. સન. ૧૫૩૦ થી ૧૭૦૭ સુધી ભારત ના વિવિધ ભાગો માં જ્યાં-જ્યાં મુસ્લિમ શાસકો હતા ત્યાં ત્યાં શુક્રવાર ના દિવસે કામ કરવા માંથી રજા આપવામાં આવતી. કારણ કે મુસ્લિમ લોકો શુક્રવારે “જુમ્મા ની નમાઝ” કરતા હોઈ છે. આજે પણ મુસ્લિમ દેશો માં શુક્રવારે જ રજા હોઈ છે. ટૂંક માં, આપણે ભલે રાજકીય શાસન તરીકે મુસ્લિમ અને અંગ્રેજો (ખ્રિસ્તીઓ) ને જોતા હોઈએ પણ એમના માટે તો એ ધાર્મિક યુદ્ધ જ હતું અને એમની ઇચ્છા તો ભારત ને મુસ્લિમ/ખ્રિસ્તી દેશ બનાવવાની જ હતી.
તો સવાલ એમ થાય કે ભારત, જેમાં આજ ની તારીખ સુધી હિંદુ બહુમતી માં છે. ૭૦% કરતા વધુ છે. તેવા દેશ માં મુસ્લિમ અને ખ્રિસ્તી કેલેન્ડર મુજબ રજા આપવામાં આવી! અને હજુ પણ આપવામાં આવી રહી છે! બહુ બધા ને સંડે બહુ વહાલો છે. તો છોડો ભલે રવિવારે તો રવિવારે રજા ભલે રહેતી. મને કોઈ વાંધો નથી. પણ રવિવાર ની રજા એ આપણને આપણી સંસ્કૃતિ થી દુર કરવાનું પહેલું કામ કર્યું છે. એ સમજાય જાય તો કહેજો.
ઇતિહાસ બોધ વિના કોઈ પણ સમાજ પોતાના ભવિષ્ય નું નિર્માણ કરી શકે નહિ એવું મારું સ્પષ્ટ રીતે માનવું છે.
તિથી મુજબ ના તહેવારો આપણને આપના ગૌરવશાળી ઈતિહાસ સાથે બાંધે છે. જેમ કે ભીમ અગિયારસ, ગણેશ ચતુર્થી, મહા શિવરાત્રી ઈ… દરેક તહેવાર માં એક ચોક્કસ પ્રકાર ની આધ્યાત્મિક સાધના નું મહત્વ છે. સદીઓ થી તહેવારો માં મંદિર નું ખુબ મહત્વ રહ્યું છે. મંદિરો આપણા આધ્યાત્મિક સાધના કેન્દ્ર પણ રહ્યા છે. ભારત ના પ્રખ્યાત નાના મોટા કોઈ પણ મંદિર કોઈ ને કોઈ રાજા એ બનાવરાવ્યા છે. કોઈ વાર પોતાની ઈચ્છા થી તો કોઈ વાર શંકરાચાર્ય જેવા ધાર્મિક ગુરુઓ ના કેહવા થી. ભારત માં ઇસ્લામિક આક્રમણ દરમિયાન અસંખ્ય મંદિરો તોડી ને ત્યાં મસ્જીદો બનાવવામાં આવી. અયોધ્યા નું રામ મંદિર તો માત્ર એક સિમ્બોલ છે, જેમાં ભારતીયો ની આસ્થા અને ઈચ્છા નું કેન્દ્રીકરણ થયું છે. જેને સાચું નાં લાગે અને જેમને માહિતી નાં હોઈ એ લોકો આ લીંક પર જઈ ને ઇસ્લામિક બાદશાહો અને એમના લેખકો એ લખેલા રેફરન્સ થી તૈયાર કરેલું એક લીસ્ટ મેળવી શકે છે. Islamic Destruction of Hindu Temples
આ દેશ માં મીડિયા અને કહેવાતા બુદ્ધિજીવીઓ એ એક એવી પરિસ્થિતિ નું નિર્માણ કર્યું છે કે જે કોઈ “ઇસ્લામ ના હિંદુ વિરોધી વલણ” વિષે વાત કરે, હિંદુ મંદિરો ને તોડ્યા હતા એ વાત કરે કે પછી હિંદુ તરફી કોઈ વાત કરે એને “સાંપ્રદાયિક“, “બે કોમ વચ્ચે વેર-ઝેર ઉભો કરવા વાળો“, “સંઘી” કે “ભક્ત” કહી દેવામાં આવે છે. વાસ્તવ માં એ લોકો પણ એવું જ ઈચ્છે છે કે ભારતીય સમાજ (હિંદુ અને મુસ્લિમો બંને) ઇતિહાસ ને ભૂલી જાય. મુસ્લિમો ને પોતાના પૂર્વજો ની યાદ નાં આવે, લોકો ક્યારે પણ એ નાં માનવા જોઈએ કે એ લોકો પહેલા હિંદુ હતા. તો જ હિંદુ અને મુસ્લિમ વચે ની ખાઈ મોટી થાય. બાકી તો એક બાપ ના બે દીકરા તો ભાઈ થાય જ ને!
માત્ર પૂજા પાઠ જ નહિ, મંદિરો આપણી આસ્થા નું કેન્દ્ર હતા. મંદિરો આપણા સમાજ ને એક રાખવા માટે ના પ્રવૃત્તિ કેન્દ્રો હતા. મંદિરો “કોમ્યુનીટી સેન્ટર” નું કામ કરતા. એટલે મંદિરો ને લીધે સમાજ એક થતો. લોકો ના વ્યવહાર ચાલતા, લોકો ની મુશ્કેલી નો રસ્તો મળતો. કોઈ પણ તહેવાર કે પ્રસંગ હોઈ તો એની ઉજવણી તો મંદિરો માં જ થતી. દેશના પૌરાણિક આધ્યાત્મિક વારસા ને આગળ વધારવા માટે ના શક્તિ કેન્દ્રો હતા. પહેલા દરેક ગામ માં ગામ ની આખી વસ્તી એક સાથે આવી ને જમી શકે એટલી વ્યવસ્થા વાળા મંદિરો હતા. ઇસ્લામિક આક્રમણો ને લીધે નવા મંદિરો બન્યા નહિ અને હતા એ બધા ઓછા થતા ગયા. ઇસ્લામ પછી ના અંગ્રેજો ના શાસન દરમિયાન રાજાઓ પર એટલું બધું આર્થિક ભારણ કરી દેવામાં આવ્યું કે રાજાઓ નવા મંદિરો જોઈએ એટલી સંખ્યા માં બનાવી નાં શક્યા. એક તરફ વસ્તી વધતી ગઈ અને બીજી બાજુ મંદિરો નવા બન્યા નહિ અને હતા એ તૂટતા ગયા. હવે તહેવારો ઉજવવા માટે તમારે કા તો ભીડ વાળા રહ્યા-સહ્યા મંદિર માં જવાનું રહ્યું અને કા પછી ઘરે બેસી ને. અમુક લોકો એ એમાં પણ વચ્ચે નો રસ્તો કર્યો, તહેવાર ઉજવવાનાં જ બંધ કરી દીધા અને એવા લોકો ને કહેવાતા બુદ્ધિજીવીઓએ ખુબ મહત્વ આપી ને લોકો ના રોલ મોડલ તરીકે, સમાજ સુધારક તરીકે, પ્રગતિશીલ તરીકે પ્રસ્થાપિત કર્યા. લોકો એ ભારતીય આસ્થા મુજબ જે કઈ પણ કર્યું એનો આ કહેવાતા બુધ્ધીજીવી લોકો એ ઉપહાસ કર્યો.
આજે પણ મુસ્લિમ સમાજ જ્યાં પણ રહે છે ત્યાં આસપાસ ના દરેક મુસ્લિમ સમાઈ શકે એટલી વ્યવસ્થા વાળી મસ્જીદ હોઈ છે. ખ્રિસ્તીઓ ની વસ્તી મુજબ આસ પાસ માં એક ચર્ચ હોઈ છે. પણ ૭૦% વસ્તી વાળા આપણા હિંદુઓ માટે કેટલા મંદિર છે? ભાવનગર ની જ વાત કરીએ તો ભાવનગર ની વસ્તી ૬ લાખ? ૭૦% ના હિસાબ થી ૪,૨૦,૦૦૦ હિંદુ? આ ચાર લાખ હિંદુઓ જઈ શકે એટલા મંદિરો છે? નથી જ. જશોનાથ, તખ્તેશ્વર કોણે બનાવ્યા હતા? અને એના પછી સ્વામિનારાયણ સંપ્રદાય ના મંદિરો ને બાદ કરતા કેટલા નવા મંદિરો બન્યા?
વાસ્તવ માં આપણી તહેવાર માટે ની ચીડ મંદિરો ના અભાવ ને લીધે ઉભી થયેલી છે. તહેવારો નું મંદિરો સાથે નું વિશેષ જોડાણ આપણને ભુલાવી દેવામાં આવ્યું છે. તહેવારો મંદિર માં કઈ રીતે ઉજવવા એ આપણને યાદ પણ નથી હવે. અને આ જ તો મોટું ષડયંત્ર છે કે ભારતીય સમાજ ને એમની આસ્થા થી દુર કરી ને ધીરે ધીરે તોડી નાખવો.
આવા સમય માં વિચાર આવે કે તો પછી ચૂક ક્યાં રહી ગઈ આપણા થી? દેશ આઝાદ થયો ત્યાર પછી એક રાજા એમની પ્રજા માટે જે કાઈ પણ કરતા હતા એ સરકાર કરશે એવું આપણને કેહવામાં આવેલું. તો શું સરકારો એ રાજા જે રીતે મંદિરો બનાવતા એ રીતે મંદિરો બનાવ્યા? મુસ્લિમ દેશો તરફ થી મસ્જીદો માટે ફંડ આવતું હોઈ છે. ખ્રિસ્તી દેશો માંથી પણ ચર્ચ માટે ફંડ આવતું હોઈ છે. પણ મંદિરો પર ટેક્ષ છે આ દેશ માં. પુરાતત્વ વિભાગ અંતર્ગત નાં મંદિરો ના જીર્ણોદ્ધાર થયા. પણ શું જોઈતા પ્રમાણ માં નવા મંદિરો બન્યા? નહિ.
મંદિરો માં ચડાવવામાં આવતો ફાળો નવા મંદિર બનાવવા માટે વાપરવા ને બદલે સરકાર એના પર ટેક્ષ લઈ લે છે. અલગ અલગ નાના મોટા મંડળો ના સ્વરૂપ માં નાના નાના મંદિરો ના નિર્માણ આજે પણ થાય છે. પણ એ મંદિરો મંદિર નું કામ કરી શકે એવા નથી. મોટા ભાગ ના મંદિરો પેટ્રોલ પંપ જેવા છે. લાઈન માં આવો, પ્રાર્થના કરો અને જતા રહો. ત્યાં બેસવા ની, જમવાની કે સાથે મળી ને ઉજવણી કરવાની વ્યવથા નથી. આધ્યાત્મ તો ભૂલી જ જવાનું આમાં.
ભારતીય સમાજ ને એકરૂપ કરવા માટે મંદિર નું મહત્વ સમજી ને આવનારા સમય માં ભારતીયો વિશ્વ ના બાકી ના દેશો જેવી કટોકટી નો સામનો ના કરે અને એવો સમય આવતા સમાજ એક થઇ ને ઉભો રહે એના માટે મંદિરો ને અલગ રીતે જોવાનો સમય આવી ગયો છે.
ભારત માં મંદિર નિર્માણ મંત્રાલય બનાવવા માટે મારી દરખાસ્ત છે. અલગ અલગ મંદિર માં ભેગો થતો વધારા નો ચડાવો પણ જો આ મંત્રાલય ભેગો કરી ને મંદિર બનાવવા માટે વાપરે તો દેશ માં મોટી સંખ્યા માં ફરી થી મંદિરો બની શકે છે.
૩૧ ડીસેમ્બર ની પાર્ટી માં ક્લબ માં કે ક્રિસમસ ના વેકેશન માં ફરવા લાયક સ્થળો પર પણ આટલી અને કદાચ આના થી પણ વધુ ભીડ હોઈ છે. ત્યાં કોઈ ને ભીડ નડતી નથી. તો આપણા તહેવારોના સમયે જ કેમ આવું થતું હશે?
31 ડિસેમ્બર અને ક્રિસમસ મા ભીડ ક્યાંથી નડે! જ્યાં ના તહેવાર માં ગલીએ ગલીએ દારૂ ના બાર હોય છે ત્યાં ભીડ ને કંટાળો આવે ખરા? હમણાં કરી દયો જોયે ઇન્ડિયા માં પણ આવા ઢગલાબંધ બાર, કેવોક કંટાળો આવે છે તહેવાર નો એ જોશું આપણે!
ઇન્ડિયા ના દરેક સિટી ને જો Daman, Diu કે Goa જેવું કરી દેવામાં આવે તો પછી તહેવાર માં મોજ જ મોજ છે. પછી જો જો લોકો નો ઉત્સાહ! અને એ દિવસે તમારા ખાસ મિત્ર ને પૂછશો તો એ એમ જવાબ આપશે,
“બસ જો એજ વિચારીએ છીએ કે આટલી બધી સારી જગ્યા માંથી ક્યાં વધારે ભીડ હશે ત્યાં જઈએ”
😉
ક્રાંતિકારી રસ્તો બતાવ્યો… આ રસ્તા ને પણ લાગુ કરવા માટે આંદોલન કરવું પડે એમ છે.