શું જન ગણ મન થી ઇસ્લામ ખતરા માં?

હમણાં બિહાર વિધાનસભા મા ધારાસભ્ય ખુર્શીદ અહેમદ એ જય શ્રી રામ કીધું અને વિવાદો નો વંટોળ ચાલુ થઈ ગયો. વાત તો ત્યાં સુધી આવી ગઈ કે એક ફતવા દ્વારા તમામ મુસ્લિમો ને એમની સાથે સંબંધ પૂરો કરી દેવાનું ફરમાન કરી દેવામાં આવ્યું અંતે એમણે મૌલવી ની સામે “તૌબા” કરી (માફી માંગી) અને વિષય પૂરો થયો. મહારાષ્ટ  માં AIMIM ના ધારાસભ્ય વારીસ પઠાણ એ વંદે માતરમ નહીં જ બોલું એ વિષય પર BJP ના ધારાસભ્ય સાથે ઉગ્ર બોલાચાલી કરી અને એ વિષય એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.

આ સમગ્ર પ્રકરણ હજુ શાંત ન થયું હતું ત્યાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક આદેશ દ્વારા દરેક મદ્રેસા ને ૧૫ મી ઓગસ્ટે ધ્વજવંદન નો કાર્યક્રમ આયોજિત કરી ને એની વિડીઓગ્રાફી કરવા જણાવવામાં આવ્યું. કેન્દ્ર સરકાર એ એક નોટીફિકેશનથી દરેક રાજ્યો ની સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ થી એક પખવાડિયા સુધી આઝાદી અંગે ના વિવિધ કાર્યક્રમો ગોઠવી ને ઉજવણી કરવા નિર્દેશિત કરવામાં આવ્યા.

સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવા માટે કોઈ આદેશ હોઈ શકે? એ તો સહજ પ્રક્રિયા હોવી જોઈએ ને? તો શું, ભારત દેશ માં રાષ્ટ્રભક્તિ થોપવામાં આવી રહી છે ? શું, મોદી સરકાર કે યોગી સરકાર કોઈ હિંદુવાદી એજન્ડા ના ભાગ રૂપે કામ કરી રહી છે? શું ભારતીય મુસલમાનો એ પોતાની રાષ્ટ્રભક્તિ સાબિત કરવી પડે એવું છે?  શું ભારત નો મુસલમાન ડરી-ડરી ને રહી રહ્યો છે? આવા  પ્રશ્ન સ્વાભાવિક રીતે દરેક ના માનસ માં ઉભા થતા હશે.

એક તરફ, બંગાળ ની મમતા સરકાર (TMC) એ કેન્દ્ર ના નોટીફીકેશન નું પાલન ન કરવા માટે દરેક જીલ્લા કલેકટરને આદેશ જાહેર કર્યા. તો શું બંગાળ સરકાર દેશ ની આઝાદી નો ઉત્સવ ઉજવવા માં માનતી નથી?

બીજી બાજુ U. P. સરકાર ના આ આદેશ નાં અનુસંધાન માં મુખ્ય ત્રણ બાબત બની

  1. અમુક મદ્રેસા એ વિધિવત્ રીતે રાષ્ટ્રપર્વ ની ઉજવણી કરી
  2. અમુક મદ્રેસા એ ધ્વજવંદન નો કાર્યક્રમ તો કર્યો પણ રાષ્ટ્રગાન ગાવામાં ના આવ્યું. (ધ્વજ ફરકાવી ને  “સારે જહા સે અચ્છા…” ગાવામાં આવ્યું)
  3. અને, બાકી ના મદ્રેસા માં આ કાર્યક્રમ થયો જ નહિ!

પ્રકાર ૨ અને ૩ ના મદ્રેસા માટે એક પ્રશ્ન થાય કે જો ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી આ બે દિવસે પણ રાષ્ટ્રગાન ગાવામાં નાં આવે તો પછી ક્યારે ગાવાનું? ગાવાનું કે નહિ? રાષ્ટ્રગાન એ દરેક નાગરિક માટે છે કે એટલા જ નાગરિક માટે છે જે ભારતીય સંવિધાન પર ભરોસો કરે છે અને ભારતીય કાયદા ને માન આપે છે?

ઉત્તર પ્રદેશ ના મદ્રેસા હોઈ કે બંગાળ સરકાર નો આઝાદી ઉત્સવ ન ઉજવવા માટે નો “ફતવો” હોઈ સમગ્ર વિષય સમજવા માટે થોડા ભૂતકાળ માં જઈએ તો સમજાશે કે આઝાદી ના સંગ્રામ માં પણ અમુક મુસ્લિમો એ “વંદે માતરમ” અને “ભારત માતા કી જય” બોલવા માટે વિરોધ વ્યક્ત કરેલો. આ વાત ના વિવિધ પુરાવા વર્ષ ૧૮૬૦ થી લઇ ને ૧૯૪૭ સુધી ના આપણા સ્વતંત્ર સંગ્રામીઓ એ લખેલા  પત્ર અને લેખો માં જોવા મળે છે.

ગાંધી એ હિંદુ મુસ્લિમ એકતા નો મંત્ર આપ્યો, ખિલાફત આંદોલન માં મુસ્લિમો ને સાથ આપ્યો. મુસ્લિમો ને આઝાદી ના સંગ્રામ માં સાથે રાખવા માટે એમની તમામ જિદ્દ નો એ વખત ની કોંગ્રેસ એ સ્વીકાર કરેલો. એમને આશા હતી કે આ એક-બે માંગ માની લેવાથી સમગ્ર મુસ્લિમ સમુદાય આઝાદી માટે ના આંદોલન માં સહભાગી થઇ ને એમનું યોગદાન આપશે. Appeasement ની હદ્દ તો ત્યારે થઇ ગઈ જયારે આઝાદ દેશ માટે ના રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ ને પણ બદલી નાખવામાં આવ્યા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ ની સવાર સાથે દેશ આઝાદી ના ઉત્સવ માં ડૂબી ગયો અને જે રાષ્ટ્રગાન આપવામાં આવ્યું અને જે રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો એ સ્વીકારી ને આખો સમાજ એક થઇ ને રાષ્ટ ની ઉન્નતી માટે કામ કરતો થઇ ગયો.

આઝાદી પછી ભારત માં મોટાભાગે કોંગ્રેસ નું જ શાસન રહ્યું. રાજ્ય અને કેન્દ્ર સરકારો કોંગ્રેસ ની જ રહી. આ સરકારો ની નીતિ અને નિયત માં પણ Appeasement જોવા મળ્યું. આ Appeasement મુસ્લિમો ને રાષ્ટ્ર ની મુખ્ય ધારા માં આવતા સતત રોકતું રહ્યું. બંગાળ ની વર્તમાન સરકાર (મમતા સરકાર) એ બાંગ્લાદેશી મુસ્લિમો ના મતો થી જીતી ને આવતી સરકાર છે, આથી બાંગ્લાદેશી મુસ્લિમ Appeasement એમનું મુખ્ય કાર્ય છે.

એવું નથી કે તમામ મુસ્લિમો આ દેશ ને પોતાનો દેશ માનતા નથી. કટ્ટરપંથી મુસ્લિમો પણ માને છે કે આ દેશ એમનો છે. પણ એ કઈ રીતે માનવામાં આવી રહ્યું છે એ સમજવાની જરૂર છે. એમનું માનવું છે કે આ દેશ એમનો છે. એમના પરદાદા (મુઘલો) એ આ દેશ જીતી ને એના પર શાસન કર્યું છે એટલે આ દેશ પર શાસન નો મૂળ અધિકાર મુસ્લિમો નો છે. એમનું માનવું છે કે આ દેશ પર અત્યારે કાફીરો નું શાસન છે, જે દુર કરી ને ઇસ્લામ નો ધ્વજ લહેરાવવાનો છે. આ માટે અત્યારે સમય અનુકુળ નથી, પણ અનુકુળ સમય ની રાહ જોવાની છે. અને ત્યાં સુધી શક્તિશાળી બનતા જવાનું છે. અને આવા કટ્ટરપંથી મુસ્લિમો ના હાથ માં સમગ્ર મુસ્લિમ સમાજ નું સંચાલન છે. જેમાં સામાન્ય મુસ્લિમ ને પોતાની રીતે વિચારવાની કે અભિવ્યક્તિ ની આઝાદી રહી નથી.

શું સર્વ-ધર્મ-સમભાવ એ ખાલી ગેરમુસ્લિમ માટે જ છે? એક બિચારો MLA જય શ્રી રામ બોલે અને એના પર ફતવા બહાર પડે!!! ભારત માતા કી જય બોલવામાં શું તકલીફ પડી શકે ઇસ્લામ ને? દીન ખતરામાં આવી જાય? શક્ય જ નથી.

આ દેશ ના તમામ નાગરિક નાં DNA ભારતીય છે. ભારત માતા કી જય કે વંદે માતરમ બોલવા થી આપણા અંદર ઉભી થતી ભાવના થી આ દેશ ની માટી સાથે નું આપણું જોડાણ વધુ ગાઢ બને છે. દરેક વ્યક્તિ ને આ દેશ માટે પોતાના દેશ તરીકે ની ભાવના ની ચેતના નો સંચાર થાય છે. પણ મુઘલો ને પોતાના પૂર્વજો માનતા આ કટ્ટરપંથી મુસ્લિમો ને આ ભાવના ના વિકાસ થી વાંધો હોય છે. એટલે એમને એમના કર્મો અને ભાષણો દ્વારા ભારતીય મુસ્લિમો ને ભારતીય બનતા રોકી રાખ્યા છે.

એટલે જ તો સમાજવાદી પાર્ટી નો Ex-MLA માવિયા અલી એવું નિવેદન કરે છે કે

અમે મુસ્લિમ પહેલા છીએ અને પછી ભારતીય.

આ દેશ ના મુસ્લિમો માં APJ અબ્દુલ કલામ પણ છે, અશફાકઉલ્લા ખાન પણ છે જેમણે ભારત ને સર્વોપરી માની ને ભારત માતા કી જય અને વંદે માતરમ ની સાથે જ ભારત માતા ની સેવા માટે પોતાની જિંદગી સમર્પિત કરી દીધી. અને સમગ્ર ભારત દેશ ને એમના પર ગર્વ છે. એમના ભારત માટે ના યોગદાન ને હમેશા યાદ રાખવામાં આવશે.

આવા સમય પર સમગ્ર મુસ્લિમ સમાજ એ એક વખત વિચારવાનું રહ્યું કે ભારત માં જેટલા પ્રકાર ના મુસ્લિમ સમુદાયો શાંતિ પૂર્વક જીવી શકે છે એટલા શું પાકીસ્તાન કે અન્ય મુસ્લિમ દેશો માં જીવી શક્યા છે? ભારત નો મુસ્લિમ ખુબજ શાંતિ અને સમૃદ્ધિ ની જિંદગી જીવી શકે છે કારણ કે અહિયાં એમનો પાડોશી હિંદુ છે. હિંદુ સમાજ નો ૧૦,૦૦૦ વર્ષ નો ઇતિહાસ કહે છે કે હિંદુ સમાજ એ ક્યારે પણ કોઈ પણ સંપ્રદાય પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે આક્રમણ કર્યા નથી.

એટલે અંતે એટલું કહેવાનું કે આ “તિરંગો” અને “જન ગણ મન” તો મુસ્લિમ સમાજ સાથે વિમર્શ કર્યા પછી જ સ્વીકારવામાં આવ્યો છે તો આ વિષય પર વિવાદ શું હોઈ શકે? દેશ આઝાદ થયો એની ખુશી મનાવવા માં શું પ્રશ્ન હોઈ શકે? વિષય મૂળ એટલો  જ છે કે આ દેશ ના સામાન્ય મુસલમાન ને કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ભારતીય બનતા રોકવામાં આવી રહ્યો છે. એમને ડર છે કે એક વખત ભારતીય મુસ્લિમો ભારત ની નજીક આવી જશે તો ભારત ને ઇસ્લામીક સ્ટેટ બનાવી નહિ શકાય. ચુસ્ત અનુશાસન કહો કે ફતવા નો ડર, બાકી નો મુસ્લિમ સમાજ આવા કટ્ટરપંથી મુસ્લિમ આગેવાનો ના હાથ ની કઠપુતળી બની રહ્યો છે અને મુખ્ય ધારા થી દુર થઇ રહ્યો છે જે સમગ્ર સમાજ એ સમજવાની અને વિચારવાની જરૂર છે.

વંદે માતરમ, ભારત માતા કી જય…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *